CET એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 

CET પરીક્ષા શું છે ?

CET એ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષથી અમલમાં આવેલ યોજના છે.

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળવાપાત્ર 1 શિષ્યવૃત્તિ યોજના અને 4 પ્રકારની સ્કૂલ યોજના મળી કુલ 5 યોજનાનો સમાવેશ છે.

1) મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

2) જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ યોજના
3) રક્ષાશકિત સ્કુલ યોજના
4) ટ્રાયબલ રેસિડેન્શિયલ યોજના
5) મોડેલ સ્કુલ યોજના


વિદ્યાર્થીનું સ્કૂલ ચોઈસ ફીલિંગ માટે અહી ક્લિક કરો.



image
CET 2023 

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી સૌથી પહેલી પરીક્ષા 

image
image
image
image
CET યોજના વિષે સંપૂર્ણ માહિતી

ધોરણ 6 થી 12 સંપૂર્ણ ફ્રી

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા છેલ્લે લેવાયેલી છે.

હવે પછીની પરીક્ષા હાલમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 2025 માં આવશે.

1) 1 થી 5 સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલના વિદ્યાર્થીઓ માટે 

સરકારી અને ગ્રાન્ટ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

2) 1 થી 5 પ્રાઇવેટ સ્કુલના વિદ્યાર્થીઓ માટે

પ્રાઇવેટ સ્કૂલ (સ્વનિર્ભર શાળા) માં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.



ઉપરોકત તમામ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે


YouTube Video